વર્ષ 2025ના પ્રથમ 6 મહિના દેશ માટે ભારે સાબિત થયા છે. પ્રથમ 6 મહિનામાં દેશમાં 6 મોટી ગંભીર દુર્ઘટનાઓ ઘટી છે, અને અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. જો કે અનેક જ્યોતિશો દ્વારા પણ વર્ષ 2025 ઘણી બાબતોમાં વિચિત્ર રહેવાની આગાહીઓ કરવામાં આવી હતી. તેમના આકલન અનુસાર પણ ગ્રહોમાં આ મોટા ફેરફારો વચ્ચે, વર્ષ 2025 ઘણી મોટી ઘટનાઓનું સાક્ષી બનશે. જો કે આપણે અત્યાર સુધીમાં 6 મોટી દુર્ઘટના જોઈ. જેમાં હાલમાં જ અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટના, બેંગલુરુમાં નાસભાગની ઘટના, પહેલગામનો આતંકી હુમલો, મહાકુંભમાં થયેલી નાસભાગ જવી ઘટનાઓનો સમાવેશ થાય છે. જ્યોતિશોના મતાનુસાર પણ આ વર્ષે ખપ્પર યોગ બે વાર બનશે.

