ગૂગલ ડીપમાઇન્ડના સીઇઓ ડેમીસ હસાબિસે બાળકોને કહ્યું છે કે AIથી નોકરીઓને ખતરો છે, અને તેથી તેઓ અત્યારથી એ માટે તૈયારી શરુ કરી દે. AI હાલમાં ખૂબ જ ઝડપથી વિકસિત થઈ રહ્યું છે. એક પછી એક કામ માટે હવે AIનો ઉપયોગ થઈ રહ્યો છે—સોફ્ટવેરથી લઈને ડ્રાઈવર અને બારટેન્ડર સુધી. તેથી, ડેમીસે યુવાનો, ખાસ કરીને બાળકોને, ભવિષ્ય માટે ચોક્કસ તૈયારી કરવા માટે જણાવ્યું છે. ડેમીસે હાલમાં જ ‘હાર્ડ ફોર્ક’ નામના જાણીતા પોડકાસ્ટમાં હાજરી આપી હતી અને આ દરમિયાન તેણે AI વિશે વાત કરી હતી.

