
મહિન્દ્રા થાર હંમેશા એક શક્તિશાળી અને સ્ટાઇલિશ SUV રહી છે, પરંતુ થાર રોક્સના લોન્ચ પછી તેની લોકપ્રિયતા વધુ વધી ગઈ છે. તેની જબરદસ્ત માંગને કારણે મહિન્દ્રાએ તેનું ઉત્પાદન બદલ્યું છે. હવે કંપની 30:70ના ગુણોત્તરમાં થાર ૩-ડોર અને 5-ડોર મોડેલનું ઉત્પાદન કરશે. આનો અર્થ એ થયો કે હવે 5-ડોરવાળા વેરિયન્ટ પર વધુ ધ્યાન આપવામાં આવશે, કારણ કે ગ્રાહકો તેને વધુ પસંદ કરી રહ્યા છે. અહીં જાણો વિગતવાર...
સપ્ટેમ્બર 2025માં મહિન્દ્રા થાર રોક્સનું વેચાણ બમણું થયું
સપ્ટેમ્બર 2025માં મહિન્દ્રા થાર રોક્સના વેચાણે બધા જૂના રેકોર્ડ તોડી નાખ્યા. ઓગસ્ટ 2024માં ફક્ત 4,268 યુનિટ ડિલિવરી કરવામાં આવી હતી, પરંતુ સપ્ટેમ્બર 2024માં આ આંકડો સીધો 8,843 યુનિટ પર પહોંચી ગયો. આમાંથી 3,911 યુનિટ 3-ડોર થારના હતા, જ્યારે 4,932 યુનિટ રોક્સ 5-ડોર હતા.
મહિન્દ્રા થારનું ઉત્પાદન વધીને 9,000 યુનિટ થયું
મહિન્દ્રા પહેલા દર મહિને 6,500 યુનિટનું ઉત્પાદન કરતી હતી, પરંતુ વધતી માંગને કારણે હવે તેને વધારીને 9,000 યુનિટ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે નવેમ્બર 2024માં જ થાર બ્રાન્ડે 2 લાખ યુનિટ વેચવાનો મોટો રેકોર્ડ હાંસલ કર્યો હતો.
કિંમત અને એન્જિન
મહિન્દ્રા થાર રોક્સની કિંમત વિશે વાત કરીએ તો, તેની કિંમત 11.50 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને ટોપ મોડેલ માટે 23.09 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) સુધી જાય છે. તેના એન્જિન વિકલ્પો વિશે વાત કરીએ તો, કંપનીએ તેને 4x4 ડીઝલ ઓટોમેટિક એન્જિન સાથે પણ રજૂ કર્યું છે. આ સેગમેન્ટમાં આ સૌથી શક્તિશાળી ઓફ-રોડિંગ SUV છે.
XUV 3XOનું ઉત્પાદન પણ વધશે
મહિન્દ્રા થાર રોક્સ સાથે કંપની XUV 3XO ની ઉત્પાદન ક્ષમતા વધારવાની પણ યોજના બનાવી રહી છે, કારણ કે બજારમાં તેની માંગ પણ ઝડપથી વધી રહી છે.