
ભારતીય બજારમાં એવી કેટલીક કાર છે જે ડેલી અપડાઉન માટે બેસ્ટ છે. દેશમાં સતત CNG કારનું વેચાણ વધી રહ્યું છે. આ કારને સૌથી વધુ તે લોકો ખરીદવાનું પસંદ કરે છે જે દરરોજ અપ-ડાઉન કરે છે. જે લોકો રોજ ઘરેથી ઓફિસ જાય છે તેમની ગાડી રોજના 30 કિલોમીટરથી વધુનું અંતર નક્કી કરે છે. એવામાં પેટ્રોલ-ડીઝલથી ચાલતી કારોની તુલનામાં CNG કાર સસ્તી મળે છે. જો તમે પ કોઇ સસ્તી CNG કાર શોધી રહ્યાં છો તો અમે તમને કેટલીક બેસ્ટ કાર વિશે જણાવી રહ્યાં છીએ.
Maruti Suzuki Alto K10 CNG
પ્રથમ કારનું નામ Maruti Suzuki Alto K10 CNG છે. અલ્ટો K10 આ સમયે ભારતની સૌથી સસ્તી CNG કાર છે. આ કારની એક્સ શો રૂમ કિંમત 5 લાખ 96 હજાર રૂપિયા છે. આ કાર હેવી ટ્રાફિકને પણ આસાનીથી પાર કરે છે. નાની ફેમિલી માટે પરફેક્ટ ગણાતી આ કારમાં 4 લોકો આરામથી બેસી શકે છે.
મારૂતિ સુઝુકીની અલ્ટોમાં AC, ફ્રંટ પાવર વિન્ડો, પાર્કિંગ સેન્સર, સેન્ટ્રલ કંસોલ આર્મરેસ્ટ, ગિયર શિફ્ટ ઇન્ડિકેટર, એડજસ્ટેબલ હેન્ડલેમ્પ, હેલોજન હેન્ડલેપ, એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ, સેન્ટ્રલ લોકિંગ, ચાઇલ્ડ સેફ્ટી લોક્સ, ડુઅલ એરબેગ જેવા કેટલાક ફિચર્સ મળે છે.
Maruti Suzuki Celerio CNG
તમારા માટે બીજો બેસ્ટ ઓપ્શન Maruti Suzuki Celerio CNG છે. મારૂતિ સુઝુકી સેલેરિયો CNG કારમાં સૌથી વધુ માઇલેજ આપતી કાર છે, જે 34.43 કિમી/કિલોગ્રામની માઇલેજ આપે છે, જેની એક્સ શો રૂમ કિંમત 6.69 લાખ રૂપિયા છે. આ કારમાં 5 લોકો આસાનીથી બેસી શકે છે. સેફ્ટી માટે આ કારમાં તમને એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ સાથે EBD અને એરબેગ્સની સુવિધા મળે છે.
Tata Tiago iCNG
આ સિવાય તમારા પાસે ત્રીજો બેસ્ટ ઓપ્શન Tata Tiaogo iCNG છે, જે 27 કિલોમીટર/કિલોગ્રામ માઇલેજ ઓફર કરે છે. આ કારમાં તમને 5 લોકોના બેસવાની વ્યવસ્થા મળે છે. કારના એન્જિનની વાત કરવામાં આવે તો કારમાં 1.2 લીટરનું એન્જિન છે જે CNG મોડ પર 73hpની પાવર અને 95nmનું ટોર્ક જનરેટ કરે છે. એન્જિનમાં 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન ગિયરબોક્સનો યૂઝ કરવામાં આવ્યો છે.