
હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયાએ વર્ષ 2024 માં પ્રી-ઓન્ડ કારના વેચાણમાં પણ રેકોર્ડ બનાવ્યો છે. આ સમયગાળા દરમિયાન હ્યુન્ડાઇએ અત્યાર સુધીની સૌથી વધુ પ્રી-ઓન્ડ કારનું કુલ 1,57,503 યુનિટનું વેચાણ નોંધાવ્યું છે. આ સમયગાળા દરમિયાન હ્યુન્ડાઇના કાર વેચાણમાં વાર્ષિક ધોરણે 5.8 ટકાનો વધારો થયો.
ક્રેટા અને i20નું વર્ચસ્વ રહ્યું
આ સમયગાળા દરમિયાન હ્યુન્ડાઇ ક્રેટા, i20 અને ગ્રાન્ડ i10 કુલ 55 ટકા વોલ્યુમ સાથે સૌથી વધુ વેચાતા મોડેલ હતા. તમને જણાવી દઈએ કે કંપની હ્યુન્ડાઈ પ્રોમિસ પ્રોગ્રામ દ્વારા ભારતભરમાં 600થી વધુ ડીલરો દ્વારા પ્રી-ઓન્ડ કાર વેચે છે. હ્યુન્ડાઇ પ્રોમિસ દેશમાં બીજા ક્રમનો સૌથી મોટો પ્રી-ઓન્ડ કાર પ્રોગ્રામ હોવાનો દાવો કરવામાં આવે છે.
આ રીતે તમે જૂની કાર ખરીદી શકો છો
તમને જણાવી દઈએ કે હ્યુન્ડાઈના ઓનલાઈન 'ક્લિક-ટુ-બાય' પ્લેટફોર્મ દ્વારા પણ પ્રી-ઓન્ડ કાર વેચી અને ખરીદી શકાય છે. ખરીદદારો હ્યુન્ડાઇ ડીલરશીપ પર ઉપલબ્ધ પ્રમાણિત પ્રી-ઓન્ડની કાર વર્ચ્યુઅલી જોઈ શકે છે. આ ઉપરાંત ગ્રાહકો ઘરે બેઠા ટેસ્ટ-ડ્રાઇવ પણ લઈ શકે છે અને બુકિંગ પણ કરાવી શકે છે.