Home / Auto-Tech : This thinnest Galaxy phone will have a 200MP camera

Samsungના ફેન્સ ખુશ, સૌથી પાતળો Galaxyના આ ફોનમાં મળશે 200MP કેમેરો, વિગત થઈ લીક 

Samsungના ફેન્સ ખુશ, સૌથી પાતળો Galaxyના આ ફોનમાં મળશે 200MP કેમેરો, વિગત થઈ લીક 

સિરીઝના લોન્ચ સમયે દક્ષિણ કોરિયન કંપનીએ તેના આગામી સૌથી પાતળો ફોન ગેલેક્સી S25 એજને ટીઝ કર્યો હતો. આ ફોનના કેમેરા વિશે માહિતી સામે આવી છે. આ સેમસંગ ફોન 200MP ના અદ્ભુત કેમેરા સાથે આવશે. સેમસંગે આ વર્ષના પહેલા ભાગમાં આ સ્લિમ ફોન લોન્ચ કરવાની તૈયારી કરી છે. કંપનીએ આ ફોનના નામની સત્તાવાર પુષ્ટિ કરી છે. જોકે, ફોનની કોઈપણ ફીચર વિશે સત્તાવાર રીતે કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

તમને 200MP કેમેરા મળશે

ટિપસ્ટર પાંડાફ્લેશે X પર આ સ્લિમ સેમસંગ સ્માર્ટફોનના કેમેરાની વિગતોનો દાવો કર્યો છે. ટિપસ્ટર કહે છે કે ગેલેક્સી S25 અલ્ટ્રાની જેમ આ ફોનમાં 200MP મુખ્ય કેમેરા અને 12MP કેમેરા હશે. ટિપસ્ટરે દાવો કર્યો છે કે ગેલેક્સી S25 સિરીઝના આ આગામી મોડેલનો મુખ્ય કેમેરા S25 અલ્ટ્રા જેવો હશે. તેમજ S25 અને S25+ની જેમ તેમાં 12MP અલ્ટ્રા વાઇડ કેમેરા હશે. જોકે, આ સ્લિમ ફોનમાં ડેડિકેટેડ ટેલિફોટો કેમેરા ઉપલબ્ધ રહેશે નહીં. ઉપરાંત આ સેમસંગ ફોનના ડિસ્પ્લેના રક્ષણ માટે કોર્નિંગ ગોરિલા ગ્લાસ વિક્ટસ 2 ઉપલબ્ધ રહેશે.

ગેલેક્સી એજ S25ના ફીચર્સ

તાજેતરમાં યોજાયેલી ગેલેક્સી અનપેક્ડ ઇવેન્ટમાં કંપનીએ તેના આગામી સ્માર્ટફોન ગેલેક્સી S25 એજનું ટીઝિંગ કર્યું. આ સ્માર્ટફોનની જાડાઈ 6.4mm હશે. આ સેમસંગ સ્માર્ટફોનમાં 12GB સુધીની રેમ આપી શકાય છે. દક્ષિણ કોરિયન બ્રાન્ડના આ સ્માર્ટફોનમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર હોઈ શકે છે. આ ફોનમાં એન્ડ્રોઇડ 7 પર આધારિત OneUI 15 ઓપરેટિંગ સિસ્ટમ હશે. આ ફોન 6.66 ઇંચની AMOLED ડિસ્પ્લે સાથે આવશે. તે 25W વાયર્ડ ચાર્જિંગ સાથે વાયરલેસ ચાર્જિંગને પણ સપોર્ટ કરી શકે છે.

ગેલેક્સી S25ના ફીચર્સ

સેમસંગ ગેલેક્સી S25 માં 6.20 ઇંચની ડિસ્પ્લે છે. આ ફોન ક્વાલકોમ સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર સાથે આવે છે. આ ફોન 12GB રેમ અને 512GB સુધીના ઇન્ટરનલ સ્ટોરેજને સપોર્ટ કરે છે. આ ફોનના પાછળના ભાગમાં ટ્રિપલ કેમેરા સેટઅપ ઉપલબ્ધ છે. ફોનમાં 50MP મુખ્ય, 12MP સેકેન્ડરી અને 10MP ત્રીજો કેમેરો છે. આ સેમસંગ ફોન 4,000mAh બેટરી અને 25W ચાર્જિંગ ફીચર સાથે આવે છે.

 

Related News

Icon