
આ પણ વાંચો : માઇક્રોસોફ્ટ ટિકટોક ખરીદવાની તૈયારીમાં, ટ્રમ્પે કર્યું સ્પષ્ટ
શું છે PFAS?
PFASને એક ફોરએવર કેમિકલ તરીકે જાણવામાં આવે છે. આ એક એવું કેમિકલ છે જેને ઘણી કન્સ્યુમર પ્રોડક્ટ્સમાં ઉપયોગ કરવામાં આવે છે. આ કેમિકલમાં સિન્થેટિક કમ્પાઉન્ડ હોય છે જે પ્રોડક્ટને પાણી અને તેલ જેવી વસ્તુઓથી પ્રોટેક્ટ કરે છે. પર્યાવરણમાં અને હ્યુમન બોડીમાં આ કેમિકલને કારણે થતા નુક્સાન અંગે હેલ્થ એક્સપર્ટ ચિંતા વ્યક્ત કરી રહ્યાં છે.
હેલ્થ પર અસર
સ્માર્ટવોચમાં વધુ પડતાં PFASનો ઉપયોગ થાય છે અને એ ચામડી સાથે સતત સંપર્કમાં રહેતાં બીમારી થવાના ચાન્સ વધારે છે. હાથ પર જ્યારે પરસેવો થાય છે ત્યારે આ બેન્ડ પરનું કેમિકલ ચામડીમાંથી શરીરમાં જાય છે અને ત્યાંથી એ સીધું બ્લડ સ્ટ્રીમમાં પ્રવેશી જાય છે. એના કારણે ખૂબ જ ગંભીર બીમારીઓ થવાના ચાન્સ વધે છે. કિડનીને લગતી બીમારીઓ, પ્રોસ્ટેટ અને વિવિધ પ્રકારના કેન્સર પણ થઈ શકે છે.
ઇનવેસ્ટિગેશન
આ માટે એક ઇનવેસ્ટિગેશન કરવામાં આવ્યું હતું જેમાં 22 સ્માર્ટવોચને ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં. એમાંથી 15 સ્માર્ટવોચમાં આ કેમિકલ મળી આવ્યું હતું જેમાં એપલ અને નાઇકનો પણ સમાવેશ થાય છે. દરેક સ્માર્ટવોચમાં PFAS કેમિકલ જોવા મળ્યું છે. આ સ્ટડી બાદ હેલ્થ એક્સપર્ટ અને કન્ઝ્યુમર્સના હક માટે લડતાં ગ્રુપ દ્વારા કંપનીઓ સામે કડક પગલાં લેવા માટે કહેવામાં આવ્યું છે. આ સાથે જ મેન્યુફેક્ચર કંપનીઓને સંપૂર્ણ રીતે પારદર્શક રહેવા માટે કહેવામાં આવી રહ્યું છે.
ગ્રાહક સજાગ
એક્સપર્ટ્સ દ્વારા કહેવાય છે કે પ્રોડક્ટમાં જે પણ મટિરિયલનો ઉપયોગ થાય છે એવી માહિતી આપવી જરૂરી છે. આ વિશે જણાવતાં તેઓ હેલ્થને લઈને જે પણ રિસ્ક રહેલું છે એનાથી પોતાને બચાવી શકે છે. તેમના દ્વારા ગ્રાહકોને સલાહ આપવામાં આવી છે કે દરેક પ્રોડક્ટમાં કેવા કેમિકલનો ઉપયોગ થાય છે તેની માહિતી મેળવવી અને શરીરને નુક્સાન ન કરે એવી પ્રોડક્ટ ખરીદવી.
કંપનીઓ દ્વારા શું કહેવામાં આવ્યું?
ઇનવેસ્ટિગેશન બાદ ઘણી કંપનીઓએ ખાતરી આપી છે કે તે તેમની સપ્લાઇ ચેન વિશે તપાસ કરશે. તેમ જ જે પણ નુકસાનનકારક કેમિકલ હોય તે દૂર કરવા અથવા તો ઓછા કરવા માટે બાહેધરી આપી છે. ઘણી કંપનીઓ પર આ આરોપ મૂકવામાં આવ્યો છે અને એથી જ દરેક કંપનીઓએ તાત્કાલિક ધોરણે એના પર પગલાં લેવું પડશે. તેમ માટે આ ખૂબ ચેલેન્જિંગ કામ છે પણ અમ છતાં તેમ જ કરવું પડશે. એપલ ઘણા સમયથી કહી રહી છે કે તે PFAS મુક્ત બેન્ડ બનાવે છે. કંપનીના કહ્યા મુજબ તે કૃત્રિમ રબરનો ઉપયોગ કરે છે જેમાં ફ્લોરાઇડ હોય છે, પણ PFAS વગરનું હોય છે.
એપલ વિરુદ્ધ કેસ ફાઇલ
અમેરિકામાં એપલ વિરુદ્ધ કેસ ફાઇલ કરવામાં આવ્યો છે. સ્માર્ટવોચના બેન્ડ દ્વારા ઝેરી કેમિકલ લોકો સુધી પહોંચાડવાનો આ કંપની પર આરોપ છે. ટેસ્ટ કરવામાં આવેલા બેન્ડમાં એપલના સ્માર્ટવોચનો પણ સમાવેશ થાય છે. એપલના ઓશન, નાઈક સ્પોર્ટ અને રેગ્યુલર સ્પોર્ટ બેન્ડમાં આ કેમિકલનો સમાવેશ થયો હોવાનું બહાર આવ્યું છે. એપલનો દાવો છે કે તેના બેન્ડ ફ્લોરેલાસ્ટોમરમાંથી બનાવવામાં આવે છે અને આ હેલ્થ ડિવાઇસ છે, જેમાં હાર્ટ રેટ, સ્ટેપ્સ અને સ્લીપ પેટર્ન જેવી હેલ્થને ઉપયોગી વસ્તુઓ આપવામાં આવી છે. જોકે આ ઇનવેસ્ટિગેશન પ્રમાણે સ્માર્ટવોચ એકદમ વિરોધાભાષી છે અને આરોગ્યને નુક્સાન કરે છે.