US News: અમેરિકામાં AIને કામે લગાડી કર્મચારીઓને રવાના કરવાની ઝૂંબેશમાં વિખ્યાત IBM કંપનીએ પણ જોડાઈ આઠ હજાર કર્મચારીઓને રવાના કરી દેવાયા છે. મોટાભાગની નોકરીઓ હ્યુમન રિસોર્સ એટલે કે, HR વિભાગમાંથી કપાઈ છે. આ મહિનાની શરૂઆતમાં IBM દ્વારા AI એજન્ટ્સને કામે લગાડી 200 નોકરીઓનું કામ AIને સોંપી દેવાયું હતું. માણસો દ્વારા જે કામ થતાં હતા તે કામો હવે AI કરે છે અને ઘણાં કામ તબક્કાવાર રદ કરવામાં આવી રહ્યા છે.

