ભારતે પહલગામ આતંકી હુમલાનો ઓપરેશન સિંદૂર દ્વારા જડબાતોડ જવાબ આપ્યો છે. PoKમાં મોડી રાત્રે એર સ્ટ્રાઇક કરી ભારતીય સેનાએ 9 જગ્યાએ આતંકવાદી ઠેકાણા પર હુમલો કર્યો હતો. આ ઓપરેશન બાદ દુનિયાભરથી પ્રતિક્રિયા સામે આવી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વરિષ્ઠ ભારતીય અધિકારીઓએ અનેક દેશોના સમકક્ષ સાથે વાત કરી છે.

