ભારતે અરબી સમુદ્ર ક્ષેત્રમાં એક મોટા નૌકાદળ ફાયરિંગ કવાયત અંગે NOTAM (Notice to Airmen જાહેર કરી છે. આ કવાયત 8 જૂનથી 11 જૂન દરમિયાન પશ્ચિમ કિનારા પર મુંબઈ સમુદ્ર વિસ્તારમાં યોજાશે. સૂચના અનુસાર, આ નૌકાદળ કવાયત 96,000 ચોરસ કિલોમીટરના વિશાળ વિસ્તારમાં હાથ ધરવામાં આવશે, જેની મહત્તમ લંબાઈ લગભગ 600 કિલોમીટર હશે. પ્રેક્ટિસનો સમય ૮ જૂનના રોજ સવારે ૮:૦૦ વાગ્યે (ભારતીય સમય મુજબ) થી શરૂ થશે અને ૧૧ જૂનના રોજ સાંજે ૭:૩૦ વાગ્યે (ભારતીય સમય મુજબ) સુધી ચાલશે.

