Dahod News: દાહોદ મનરેગા કૌભાંડને લઈ પંચાયત પ્રધાન બચુ ખાબડની પ્રતિક્રિયા સામે આવી છે. બચુભાઈ ખાબડે જણાવ્યું હતું કે, મારા પુત્રની મટીરીયલ સપ્લાય કરવાની એજન્સી છે. મને અને મારા પુત્ર ને બદનામ કરવા કોંગ્રેસ આક્ષેપ કરે છે. મારા દિકરાઓ 2018થી કામ કરે છે. તેમજ બીજી 35 એજન્સીઓએ પણ કામ કર્યું છે. અમને ન્યાય તંત્ર ઉપર સંપૂર્ણ ભરોસો છે. તપાસમાં અમે પુરતો સહકાર આપીશું. રાજીનામા અંગે મંત્રી બચુભાઈ ખાબડે કહ્યું કે એ મારો વિષય નહીં.