ઉનાળાની કાળઝાળ ગરમીમાં જો તમે ઠંડાપીણા પીવાના શોખીન હોય તો ચેતી જજો. અવારનવાર ખાદ્ય સામગ્રીમાંથી જીવજંતુ નીકળવાના સમાચાર સામે આવતા હોય છે એવામાં ભાવનગરમાંથી પણ કંઈક આ પ્રકારની જ ઘટના સામે આવી રહી છે. ભાવનગર શહેરની એક દુકાનના કોલ્ડ ડ્રાઇન્ક્સમાં કરોળિયો નીકળ્યો હોવાનું સામે આવી રહ્યું છે.

