બનાસકાંઠાના ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા ભયંકર બ્લાસ્ટના મામલામાં 21 લોકોના મોત થયા છે. આ ઘટના અંગે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ગંભીર નિવેદન આપ્યું છે. તેમણે આરોપ લગાવ્યો છે કે સરકાર આ ઘટનામાં આરોપીઓને બચાવવાનો પ્રયાસ કરી રહી છે. ગોહિલે જણાવ્યું કે મૃતકોના પરિજનો મધ્યપ્રદેશથી ડીસા પહોંચે તે પહેલાં જ મૃતદેહોને એક વ્યક્તિની સહીના આધારે રવાના કરી દેવાયા હતા, જે અમાનવીય છે અને સ્વીકાર્ય નથી. તેમણે એમ પણ કહ્યું કે આ ફેક્ટરી પાસે કોઈ લાયસન્સ કે માન્યતા નહોતી, અને FSLની યોગ્ય તપાસ વિના માનવ અંગો જોડીને મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું, જે ગંભીર બેદરકારી દર્શાવે છે