નસવાડી બોડેલી રોડ ઉપર હરિપુરા ગામ આવેલ છે. પેટ્રોલ પમ્પ નજીક નિવૃત વનવિભાગના કર્મચારીએ સર્વિસ સ્ટેશન ખોલેલુ છે. પોતાની માલિકીની બોલેરો ગાડી સર્વિસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં પાર્ક કરી હતી. જે રાતના અઢી વાગ્યાના સમયે બોલેરો ગાડીનો દરવાજો ખોલતા સર્વિસ સ્ટેશનમાં ઊંઘી રહેલા નિવૃત વનવિભાગના કર્મચારી જાગી જતા તસ્કરોએ મકાનના આગળ પાછળ બંન્ને દરવાજાને આગળ પાછળથી લોક કરી દીધો હતો. ત્યારબાદ તેઓ બહાર નીકળી શક્યા નહોતા. જયારે તસ્કરો બોલરોની ડુપ્લીકેટ ચાવી ઉઠાવી ગયા હતા. સર્વિસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરા લગાવેલા છે. જેમાં સ્પષ્ટપણે બે તસ્કરો હાથમાં હથિયાર લઈને આવે છે. તે બોલેરોનો દરવાજો ખોલે છે. બોલેરો ચોરીને જતા રહે છે. ત્યાર બાદ નિવૃત કર્મચારી આસપાસના લોકોને રાત્રે અઢી વાગે ફોન કરીને બોલાવે છે. લોકો આવીને દરવાજો ખોલે છે. ત્યાર બાદ વનકર્મચારી બહાર આવી શકે છે. આટલા સમયમાં તસ્કરો બોલેરો ગાડી લઈને પલાયન થઇ જાય છે.