ગઈકાલે, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ની વિજય પરેડ દરમિયાન બેંગલુરુમાં ભાગદોડ થઈ હતી. આ દુ:ખદ અકસ્માતમાં 11 લોકોએ જીવ ગુમાવ્યા હતા. હવે કર્ણાટક હાઈકોર્ટે આ મામલાની સ્વતઃ નોંધ લીધી છે. હાઈકોર્ટ આજે આ મામલાને લગતી અરજી પર સુનાવણી થઇ હતી. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે બેંગલુરુ પોલીસ વિજય પરેડના પક્ષમાં નહોતી.

