Home / India : Congress woman MLA publicly bashes BJP mandal president

VIDEO: કોંગ્રેસના મહિલા ધારાસભ્યે ભાજપ મંડળ અધ્યક્ષની જાહેરમાં કરી ધોલાઈ, ફાડી નાંખ્યો શર્ટ

રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લામાં ડૉ.બાબાસાહેબ ભીમરામ આંબેડકરની પ્રતિમા પાસે તક્તી લગાવતી વખતે ભાજપ મંડળ અધ્યક્ષ અને કોંગ્રેસના મહિલા ધારાસભ્ય વચ્ચે મારામારી થઈ હોવાની ઘટના બની છે. કોંગ્રેસ ધારાસભ્યએ ભાજપ નેતા હનુમાન દીક્ષિતનો કૉલર ખેંચી, માર મારી, શર્ટ ફાડી દીધો હોવાનો આક્ષેપ કરાયો છે. મારમારી દરમિયાન કોંગ્રેસ ધારાસભ્ય કહેતા જોવા મળી રહ્યા છે કે, શું તમે ભાજપમાંથી હોવાના કારણે ગુંડાગર્દીનો સહારો લેશો?

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

બે વર્ષ પહેલા પ્રતિમાનું અનાવરણ કરાયું હતું

આજથી બે વર્ષ પહેલા જિલ્લાના બૌંલીમાં ડૉ.આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. હવે અહીં તંત્ર દ્વારા ટ્રાફિકને ધ્યાને રાખી ચાર રસ્તા બનાવવામાં આવી રહ્યા છે. બામનવાસના કોંગ્રેસના ધારાસભ્ય ઈન્દિરા મીના (Bamanwas Congress MLA Indira Meena)એ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો.

પ્રતિમાની નેમ પ્લેટ બદલી વખતે થયો વિવાદ

મળતા અહેવાલો મુજબ રવિવારે રાત્રે પ્રતિમાની નેમ પ્લેટ હટાવવામાં આવી હતી અને તેના સ્થાને ઈન્દિરા મીના અને નગરપાલિકા અધ્યક્ષ કમલેશ દેવી જોશીના નામની તક્તી લગાવાની હતી. જોકે આ મામલે ભાજપના બૌંલીના મંડળ અધ્યક્ષ હનુમાન દીક્ષિત (BJP Mandal President Hanumat Dixit) અને સ્થાનિક પ્રમુખ કૃષ્ણ પોસવાલે વાંધો ઉઠાવ્યો હતો અને મીના-જોષીની તક્તી હટાવી દીધી હતી.

અડધી રાત્રે પહોંચ્યા કોંગ્રેસના ધારાસભ્ય

તક્તી હટાવવાની વાત મળતા જ ધારાસભ્ય ઈન્દિરા મીના અડધી રાત્રે ત્યાં પહોંચ્યા હતા. નવી તક્તી હટાવતી વખતે મીના અને હનુમાન દીક્ષિત વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ત્યારબાદ દીક્ષિત પોતાની ગાડીમાં બેસતા જતા હતા, ત્યારે મીના તેમની ગાડીના ફુટરેસ્ટ પર ચઢી ગયા અને ફરી ઉગ્ર બોલાચાલી શરૂ કરી દીધી, ત્યારબાદ બંને વચ્ચે મારમારી થઈ.

બે કલાક ચાલ્યો હંગામો, અધિકારીઓ વચ્ચે પડ્યા

એવું કહેવાય છે કે, બંને નેતાઓ વચ્ચે લગભગ બે કલાક સુધી ઉગ્ર બોલાચાલી અને હંગામો થયો હતો. ત્યારબાદ સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (SDM) ચંદ્ર પ્રકાશ વર્મા, ASP નીલકમલ અને SHO રાધા રમણ ગુપ્તા સહિત વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને વચ્ચે પડી બંને નેતાઓને શાંત પાડ્યા હતા. હાલમાં બંને તકતીઓ સુરક્ષિત રાખવામાં આવી છે.

Related News

Icon