કલર્સ સિરિયલ શિવ શક્તિ (Shiv Shakti) તપ ત્યાગ તાંડવ દર્શકોને ખૂબ જ પસંદ આવી રહી છે. જો કે આ શો હાલમાં વિવાદોમાં ઘેરાયેલો છે. સીરિયલની એક ક્લિપ વાયરલ થઈ રહી છે. આ ક્લિપ જોયા બાદ લોકો ખૂબ ગુસ્સે છે. લોકોએ મેકર્સ પર સવાલો ઉઠાવ્યા છે. આ ક્લિપમાં દેવી પાર્વતી પર ઘોડાઓ દ્વારા હુમલો કરવામાં આવી રહ્યો છે અને ભગવાન શિવ ત્યાં ઊભા છે. લોકોનું કહેવું છે કે પુરાણોમાં આવી કોઈ ઘટના નથી, તો મેકર્સ તેને ટીવી પર કેવી રીતે ટેલિકાસ્ટ કરી શકે. એક યુઝરે પૂછ્યું બજરંગ દળ અત્યારે ક્યાં છે?

