Home / Gujarat / Vadodara : People left the injured person aside and looted liquor bottles, causing chaos

વડોદરા: હાઇવે પર કારને નડ્યો ગંભીર અકસ્માત, લોકોએ ઈજાગ્રસ્ત વ્યક્તિને બાજુ પર છોડી દારૂની બોટલો લૂંટીને થયા રફુચક્કર

વડોદરા:  હાઇવે પર કારને નડ્યો ગંભીર અકસ્માત, લોકોએ ઈજાગ્રસ્ત વ્યક્તિને બાજુ પર છોડી દારૂની બોટલો લૂંટીને થયા રફુચક્કર

ગુજરાતના વડોદરામાં બુધવારે (12 માર્ચ) નેશનલ હાઇવે પર L&T નોલેજ સિટી નજીક દારૂ ભરેલી કાર પલટી જતાં અજીબો-ગરીબ દ્રશ્ય સર્જાયું હતું. દારૂબંધી ધરાવતા ગુજરાતમાં દારૂ ભરેલી કાર પલટી જવાથી અકસ્માત સર્જાયો હતો, ત્યારે લોકો ગાડીમાં સવાર લોકોને બચાવવાને બદલે દારૂ લૂંટવા માટે તૂટી પડ્યા હતાં. નોંધનીય છે કે, કારમાં બે લોકો સવાર હતાં જેમાંથી એક અકસ્માત બાદ ત્યાંથી ભાગી ગયો હતો અને એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હોવાથી તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

દારૂ ભરેલી કારમાં બુટલેગરો સવાર હતાં

વડોદરા હાઇવે પર L&T નોલેજ સિટી નજીક બુધવારે (12 માર્ચ) કાર પલટી જતા અકસ્માત સર્જાયો હતો. દારૂ ભરેલી કારમાં બુટલેગરો સવાર હતાં, ત્યારે એકાએક સ્ટિયરિંગ ઉપરથી કાબૂ ગુમાવતા કાર પલટી મારી ગઈ હતી. અકસ્માતના કારણે કારમાં હાજર દારૂની બોટલો તૂટી ગઈ હતી તેમજ ઘણી બોટલ રગડીને રસ્તા પર આવી ગઈ હતી.

 ઈજાગ્રસ્તને બચાવવાને બદલે દારૂની બોટલો વીણવા લાગ્યા

આ દ્રશ્ય જોઈ આસપાસના લોકો ભેગા થઈ ગયા હતાં. જોકે, નવાઈની વાત તો એ હતી કે, આ લોકો ઈજાગ્રસ્તને બચાવવાને બદલે દારૂની બોટલો વીણવા લાગ્યા હતાં. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે, તે પહેલાં કારમાં હાજર બેમાંથી એક બુટલેગર ફરાર થઈ ગયો હતો અને અન્ય એક બુટલેગર ઈજાગ્રસ્ત હોવાના કારણે તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. 

Related News

Icon