સુરત મીની ભારત છે. ત્યારે તહેવારની ઉજવણી વતનમાં કરવા જવા માટે લોકો મોટી સંખ્યામાં જઈ રહ્યાં છે. ત્યારે હોળી દરમિયાન રેલવે સ્ટેશન પર ભીડને નિયંત્રણ કરવા માટે સુરત, ઉધના સહિતના 6 સ્ટેશન પર પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ બંધ કરી દેવામાં આવ્યું છે. આગામી 16મી માર્ચ સુધી પ્લેટફોર્મ ટિકિટ મળશે નહીં. વૃદ્ધ સહિતના લોકોને મુકાવવા આવતા લોકોને થોડીક છૂટ આપવામાં આવશે, તેમ જાણવા મળ્યું હતું.