
Ahmedabad News: માર્ચ મહિનો પૂર્ણ થઈને એપ્રિલ મહિનો બેઠો છે ત્યારે રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રારંભ પણ થઈ ચુક્યો છે. આની સાથે વાયરલ બીમારીઓનો જાણે કે, રાફડો ફાટયો હોય તેમ અમદાવાદની સરકારી હોસ્પિટલમાં દર્દીઓમાં સતત વધારો થયો છે.
સતત વાયરલ, તાવ, ખાંસી સહિતના કેસો વધ્યા હતા. સોલા સિવિલ હોસ્પિટલમાં ડૅન્ગ્યૂ, મેલેરિયા, ચિકનગુનિયા, વાયરલ ઈન્ફેકશ અને સ્વાઈન ફ્લૂના દર્દીઓનો ધસારો નોંધાયો હતો. આ ઉપરાંત ઝાડા-ઊલ્ટી, ઈન્ફેક્શન તેમજ તાવના કેસો યથાવત્ જોવા મળ્યા હતા. જેથી સોલા સિવિલમાં ઓપીડીમાં દર્દીઓનો આંકડો 12585ને પાર પહોંચ્યો હતો. તો વળી સિવિલમાં દાખલ દર્દીની સંખ્યા 1146 જોવા મળ્યા હતા. છેલ્લા સાત દિવસમાં શરદી તાવના 273 જેટલા કેસ નોંધાયા હતા.
સોલા સિવિલ હોસ્પિટલમાં ઓપીડીમાં સતત કેસોનો રાફડો ફાટયો છે. ડૅન્ગ્યૂ 14 કેસ, ચિકનગુનિયા 7 કેસ, ટાઈફોડના 10 , વાયરલ હિપેટાઈટિસના 21 , ડાયરિયાના 13, સ્વાઈન ફ્લૂ 2 કેસ.. ઝાડા-ઊલટી 30 કેસ નોંધાયા હતા. આગામી દિવસોમાં ગરમી વધશે તો વાયરલ ઈન્ફેકશનના કેસોમાં પણ વધારો થશે.જેથી આવી ગરમીમાં બીમારી ટાળવા માટે બહારના ઠંડા પીણા ન પીવા માટે તબીબોની સલાહ છે.