ખેડા જીલ્લાના ખેડા તાલુકાના રઢુ ગામમાં મામલતદાર અને ખાણ ખનીજ વિભાગની મોટી કાર્યવાહી જોવા મળી છે. જેમાં ખનીજ માફિયાઓ દ્વારા નદી પર બનાવવામાં આવેલા ગેરકાયદેસર બ્રિજ પર તંત્રએ સપાટો બોલાવ્યો છે. રઢુ નજીક વાત્રક નદી પરના 15 નંગ પાઈપોના ગેરકાયદેસર બ્રિજ પર તંત્રનું બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. ખનીજ માફિયાઓએ ગેરકાયદેસર ખનીજ ચોરી કરી વાત્રક નદી પરથી તેનુ વહન કરવા ગેરકાયદેસર બ્રિજ બનાવ્યો હતો.

