ચંદીગઢની CBIએ રાજસ્થાનમાં સેનાના બિકાનેર કેન્ટમાં ભ્રષ્ટાચારનો મોટો ખુલાસો કર્યો છે. સેનાની બિકાનેર કેન્ટ યુનિટ-365માં સુરક્ષા ઉપકરણો તથા અન્ય સામાનના સપ્લાય માટે જે કંપનીને ટેન્ડર આપવામાં આવ્યું હતું, તેની પાસેથી સાડા ત્રણ ટકા કમિશન પેટે લાંચ લેવામાં આવી હતી. જેમાં બે ટકા કમિશન સાઉથ વેસ્ટર્ન કમાન્ડ, જયપુરના ઈન્ટિગ્રેટેડ ફાઈનાન્સિયલ એડવાઈઝર ઉમાશંકર કુશવાહા અને દોઢ ટકા કમિશન પ્રિન્સિપલ કંટ્રોલ ઓફ ડિફેન્સ એકાઉન્ટ્સના અધિકારીઓમાં વહેંચાયું હતું. સૈન્યમાં સામેલ કુલ છ વિરૂદ્ધ તપાસ હાથ ધરાઈ હતી.

