અમરેલીના રહેણાંક વિસ્તારમાં ખાનગી કંપનીનું પ્લેન ક્રેશ થયું છે. અમરેલીના ગીરિયા રોડ પર આ દુર્ઘટના સર્જાઈ હતી, મળતા અહેવા પ્રમાણે આ દુર્ઘટનામાં એકનું મોત નિપજ્યું છે. વિમાન દુર્ઘટનાની જાણકારી મળતા જ પોલીસ કાફલો તથા ફાયર વિભાગના જવાનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

