ઓપરેશન સિંદૂર હેઠળ ભારતીય વાયુસેના દ્વારા પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી ઠેકાણાઓ પર કરેલી મજબૂત અને ચોકસાઈભરી એર સ્ટ્રાઈક પછી ભારત-પાકિસ્તાન સરહદ પર તણાવ વધુ વધી ગયો છે. એવા સમયે, ગૃહ મંત્રાલયના સૂત્રોના અનુસાર, તમામ અર્ધસૈનિક દળોની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરી દેવાઈ છે. મંત્રાલયે આદેશ આપ્યો છે કે BSF, CRPF, ITBP, SSB અને CISF જેવા મુખ્ય અર્ધસૈનિક દળોના જવાનો પુર્ણ સતર્કતાથી ડ્યૂટી પર હાજર રહે. સરહદવાળા વિસ્તારોમાં વધારાની તૈનાતી કરવામાં આવી રહી છે અને ગુપ્તચર માહિતીના આધારે દેશભરમાં હાઇ અલર્ટ જાહેર કરવામાં આવ્યો છે.

