ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદિપ ધનખડે બંધારણમાં સુધારા અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે એક કાર્યક્રમ દરમિયન કહ્યું કે, 'બંધારણની પ્રસ્તાવના બદલી શકાતી નથી. વિશ્વના અન્ય કોઈ પણ દેશની પ્રસ્તાવનામાં કોઈ ફેરફાર થયો નથી, પરંતુ ભારતમાં એક વાર બદલાવ થયો હતો. આ પ્રસ્તાવના વર્ષ 1976ના 42મા બંધારણ (સુધારા) અધિનિયમ દ્વારા બદલાવ કરાયો હતો. આ સુધારા દ્વારા તેમાં સમાજવાદી, ધર્મનિરપેક્ષ અને અખંડિતતા શબ્દો ઉમેરવામાં આવ્યા હતા. ડો. બી.આર. આંબેડકરે બંધારણ પર ખૂબ મહેનત કરી હતી અને તેમણે ચોક્કસપણે આના પર ધ્યાન કેન્દ્રિત આપ્યું હશે.'

