મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને શિવસેનાના નેતા એકનાથ શિંદેએ ગઈકાલે ગુરૂવારે પાર્ટીની સ્થાપના દિવસ નિમિત્તે વિપક્ષો પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતમાં શરૂ કરેલા ઓપરેશન સિંદૂર પર સવાલો ઉઠાવનારાઓને ગદ્દાર કહ્યા છે. તેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને પાકિસ્તાનના એજન્ટ ગણાવ્યા હતા. તેમજ શિંદેએ શિવસેના યુબીટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પર હિન્દુત્વનો ત્યાગ કરવાનો આક્ષેપ પણ કર્યો હતો.

