Home / Gujarat / Gandhinagar : GAS Cadre In Gujarat: Transfer of 4 GAS cadre officers in the state, know the details

GAS Cadre In Gujarat : રાજ્યમાં 4 GAS કેડરના અધિકારીઓની બદલી, જાણો વિગત

GAS Cadre In Gujarat : રાજ્યમાં 4 GAS કેડરના અધિકારીઓની બદલી, જાણો વિગત

GAS Cadre In Gujarat: ગુજરાતમાં GAS કેડરના 4 અધિકારીઓની બદલીના સામાન્ય વહીવટ વિભાગે આદેશ આપ્યાં છે. વહીવટ વિભાગે નોટિફિકેશન જાહેર કર્યું. ગુજરાત વહીવટી સેવામાં ફરજ બરજ પરના સિનિયર સ્કેલના 4 અધિકારીઓની બદલી કરવામાં આવી છે

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

GAS કેડરના સિનિયર અધિકારીઓની બદલી
GAS કેડરના સિનિયર અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં વડોદરાના લેન્ડ રેકોર્ડ્સના નાયબ નિયામક, જીએએસ (સિનિયર સ્કેલ) કે.જી. વાઘેલાની વડોદરાથી બદલી કરીને દાહોદના જિલ્લા ગ્રામીણ વિકાસ એજન્સી (ડીઆરડીએ)ના નિયામક તરીકે નિમણૂક કરવામાં આવી છે.

ગુજરાતમાં GAS કેડરના 4 અધિકારીઓની બદલી, નોટિફિકેશન જાહેર 2 - image

આ સાથે એન.આર. શર્મા, વી.કે. જોશી અને એમ.ડી. ચુડાસમાની બદલી કરવામાં આવી છે. જેમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)ના સેક્રેટરી એમ.ડી ચુડાસમાની ગાંધીનગરથી બદલી કરીને વલસાડના નિવાસી અધિક કલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

Related News

Icon