Home / Gujarat / Mahisagar : Bogus mark sheet scam exposed

મહીસાગરમાંથી બોગસ માર્કશીટના કૌભાંડનો પર્દાફાશ, પરીક્ષામાં સારા ગુણ માટે ઠગાઈ કરનાર સામે ફરિયાદ

મહીસાગરમાંથી બોગસ માર્કશીટના કૌભાંડનો પર્દાફાશ, પરીક્ષામાં સારા ગુણ માટે ઠગાઈ કરનાર સામે ફરિયાદ

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અવનવા કૌભાંડો પકડાઈ રહ્યા છે એવામાં મહીસાગર જિલ્લામાંથી બોગસ માર્કશીટનું કૌભાંડ સામે આવ્યું છે. આ બોગસ માર્કશીટના રેકેટમાં કેટલાય વિદ્યાર્થીઓ માયાજાળમાં ફસાયા છે. તમિલનાડુ શિક્ષણ બોર્ડની બોગસ માર્કશીટનું મહીસાગર જિલ્લામાં કૌભાંડ થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

બોર્ડ પરીક્ષામાં બેઠા વિના પાસ કરાવી દઈશ - જીગર વાદી

મહીસાગરમાં જીગર વાદી નામના શખ્સ દ્વારા આ નકલી માર્કશીટનું રેકેટ ચલાવવામાં આવતું હોવાનો ઘટસ્ફોટ થઓ છે. જીગર વાદી લોકોને કહેતો કે, મારા પિતા આચાર્ય છે હું બોર્ડ પરીક્ષામાં બેઠા વિના પાસ કરાવી દઈશ. સારા માર્કસથી પાસ કરાવવા યુવાનો પાસેથી રૂપિયા પડાવી ઠગાઈ કરતા જીગર વાદીના પિતા એક શાળામાં આચાર્ય છે.

બોગસ માર્કશીટ માટે 50 હજારથી 1 લાખ વસૂલતો

મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના અનેક ગામોના વિદ્યાર્થીઓને ધોરણ 10ની બોગસ માર્કશીટ બનાવી પૈસાની ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું છે. ધોરણ 10ની બોર્ડની પરીક્ષા પાસ કરાવી શાળામાં એડમિશન અપાવી વિદ્યાર્થીઓ પાસેથી લાખોની ઠગાઈ કરી છે. વિદ્યાર્થીઓને વિશ્વાસમાં લઈ 50 હજારથી લઈ 1 લાખ રૂપિયા સુધીની વિદ્યાર્થીઓ પાસેથી ઠગાઈ કરી હોવાનું વિદ્યાર્થીઓ રટણ કરી રહ્યા છે. એવામાં ભોગ બનનાર યુવક અને તેના પિતા દ્વારા મહિસાગરના બાકોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.

મહીસાગર પોલીસ દ્વારા ખરાઈ કરવા માર્કશીટ તામિલનાડુ મોકલાઈ

ભેજાબાજ જીગર અને તેના પિતા પુનાભાઈ વાદી દ્વારા આંતર રાજ્ય કૌભાંડની સંભાવના વર્તાઈ રહી છે. હાલ તો ખાનપુર પોલીસ આ બાબતની માર્કશીટને લઈ તપાસ કરી રહી છે કે આ અંગેનું એફિલેશન છે કે નહીં. મહીસાગર પોલીસ દ્વારા તામિલનાડુ ખાતે માર્કશીટની ખરાઈ કરવા મોકલી છે ત્યારબાદ જ ખ્યાલ આવશે કે સદર માર્કશીટ ખોટી છે કે સાચી. પોલીસની તપાસ બાદ જ ખ્યાલ આવશે કે આવ કેટલા લોકો આ પ્રકારની કામગીરીમાં સંડોવાયેલા છે.

Related News

Icon