YouTube Says Bye-Bye to Trending Tab: યૂટ્યુબ પર દુનિયાભરના વીડિયો જોવા મળી રહે છે. ઈન્સ્ટાગ્રામ અને ટિક-ટોક ગમે એટલું પોપ્યુલર થાય તો પણ વીડિયો માટે હજી પણ લોકોની પહેલી પસંદ યૂટ્યુબ છે. યૂટ્યુબ તેમની સર્વિસને સતત સારી બનાવવાની કોશિશ કરે છે જેથી યુઝર્સને સારો અનુભવ મળી શકે. આ માટે જ યૂટ્યુબ દ્વારા હવે ટ્રેન્ડિંગ ટૅબની જગ્યાએ યૂટ્યુબ ચાર્ટ્સનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે. ટ્રેન્ડિંગ ટૅબનો ઉપયોગ ઘણાં યુઝર્સ દુનિયાભરમાં શું ટ્રેન્ડમાં છે એ જોઈ શકતા હતા જોકે હવે ગૂગલ દ્વારા એને બાઈ-બાઈ કહી દેવામાં આવ્યું છે.

