ગુજરાતમાં આજે GPSC વર્ગ 1 અને વર્ગ 2ની પરીક્ષા યોજાઈ રહી છે. મળતા અહેવાલ પ્રમાણે રાજ્યના 21 જિલ્લામાં 405 કેન્દ્રો પર આ પરીક્ષા યોજાવામાં આવશે. મળતા અહેવાલ પ્રમાણે આજે બપોરે 12 વાગ્યાથી પરીક્ષાની શરૂઆત થશે. પરીક્ષાના પોણા બે કલાક પહેલા ઉમેદવારોને કેન્દ્રોમાં પ્રવેશ આપવામાં આવશે.

