IPL 2025ની એલિમિનેટર મેચમાં ગુજરાત ટાઈટન્સ (GT) ના કેપ્ટન શુભમન ગિલ અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) ના કેપ્ટન હાર્દિક પંડ્યા વચ્ચે ટોસ દરમિયાન એક વિચિત્ર પરિસ્થિતિ ઊભી થઈ. ટોસ MIના પક્ષમાં ગયો હતો. ટોસ જીતનાર કેપ્ટને પહેલા જણાવવું પડે છે કે ટીમ બેટિંગ કરશે કે બોલિંગ કરશે. જ્યારે શુભમન ગિલ ત્યાંથી જઈ રહ્યો હતો, ત્યારે હાર્દિક પંડ્યાએ તેની સાથે હાથ મિલાવવા માટે હાથ લંબાવ્યો, પરંતુ ગિલે હાર્દિકને ઈગ્નોર કર્યો અને તેની સાથે હાથ ન મિલાવ્યો.
ટોસ દરમિયાન હાથ ન મિલાવ્યો
GT અને MI વચ્ચેની મેચમાં જ્યારે ટોસ થયો ત્યારે MIની ટીમે ટોસ જીત્યો અને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. ટોસ દરમિયાન એક વિચિત્ર પરિસ્થિતિ ઊભી થઈ જેમાં ગિલ ત્યાંથી જઈ રહ્યો હતો ત્યારે હાર્દિકે તેની સાથે હાથ મિલાવવા માટે હાથ લંબાવ્યો પરંતુ ગિલે તેના પર ધ્યાન ન આપ્યું. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને તે એ પણ દર્શાવે છે કે બંને વચ્ચે બધું બરાબર નથી.
ગિલના આઉટ થવા પર હાર્દિકનું ચોકાવનારું રિએક્શન
MIની ટીમે એલિમિનેટર મેચમાં પ્રથમ બેટિંગ કરી અને 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 228 રન બનાવ્યા હતા. GTના કેપ્ટન શુભમન ગિલ પાસેથી મોટી ઈનિંગની અપેક્ષા હતી. પરંતુ ટ્રેન્ટ બોલ્ટે તેને પહેલી જ ઓવરમાં એક રનના વ્યક્તિગત સ્કોર પર LBW આઉટ કર્યો. ગિલે અમ્પાયરના નિર્ણય પર DRS લીધો હતો અને તે જ સમયે જ્યારે હાર્દિક પંડ્યા ત્યાંથી જઈ રહ્યો હતો, ત્યારે તેનું રિએક્શન ચોકાવનારું હતું.
જ્યારે અમ્પાયરે ગિલને આઉટ આપ્યો, ત્યારે હાર્દિક પંડ્યાએ ખૂબ જ એગ્રેસિવ રીતે ગિલ પાસેથી પસાર થઈને સેલિબ્રેટ કર્યું. ફેબ્સ હવે હાર્દિકની આ પ્રતિક્રિયાને ગિલના હાથ ન મિલાવવા સાથે જોડી રહ્યા છે.
સુદર્શનની ઈનિંગ ગુજરાતને જીત ન અપાવી શકી
શુભમન ગિલના આઉટ થયા બાદ આ મેચમાં GTને જીત અપાવવાની જવાબદારી સાઈ સુદર્શનના ખભા પર આવી ગઈ, જેમાં એક સમયે તે મેચને ખૂબ નજીક લઈ ગયો હતો, પરંતુ 80 રન બનાવ્યા બાદ તેના આઉટ થવાથી MIની ટીમને મેચમાં વાપસી કરવાની તક મળી અને અંતે તે 20 રનથી જીતી ગઈ. હવે MIની ટીમ પહેલી જૂને પંજાબ કિંગ્સ (PBKS) સામે ક્વોલિફાયર-2 મેચ રમવા માટે મેદાનમાં ઉતરશે.