Dahodઃ દાહોદ શહેરમાં રખડતા ઢોરથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સોસાયટીના રોડ રસ્તા ઉપર પુત્રને સાઈકલ શીખવાડી રહેલા પિતા ઉપર ગાયોએ હુમલો કરી દીધો હતો. પિતા પુત્રને ગાયોએ ઘેરી લઈને માથું મારી અડફેટે લીધા હતા. દાહોદના ગોદી રોડ ઉપર પસાર થતા સમયે રખડતા ઢોરોએ પિતા પુત્રને અડફેટે લીધા હતા. આસપાસમાંથી લોકો દોડી આવીને બંનેને બચાવી લીધા હતા. રખડતા ઢોરો મુદ્દે દાહોદ નગરપાલીકા દ્વાર કોઈ કાર્યવાહી ન કરાતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

