જામજોધપુર તાલુકામાં ડૂબી જવાથી બે યુવાનના મોત નિપજયા છે. જેમાં ગીંગણી તેમજ ખોડિયાર મંદિર પાછળ ચેકડેમમાં ડૂબી જવાથી બે યુવાનના મોત નિપજ્યાના બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. આ બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઈ મૃતદેહોને બહાર કાઢી પોલીસને સુપ્રત કર્યા હતા.

