સુરતમાં એક તરફ હત્યાના બનાવો વધી રહ્યા છે ત્યાર વરાછા વિસ્તારમાં રહેતી યુવતીને મોતને ઘાટ ઉતારના મંગેતરને દબોચી લેવામાં આવ્યો છે. મંગેતર મહીસાગરથી સુરત આવ્યો હતો. યુવતીના આડા સંબંધની આશંકાના હત્યા કરી નાખી હતી. વરાછા પોલીસ દ્વારા મંગેતર યુવક સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને મહીસાગરના જંગલમાંથી ઝડપી પાડયો હતો.

