સુરત પાલિકા વિસ્તારમાં આવેલી આંગણવાડીમાં 33,386 બાળકો કુપોષિત-અતિ કુપોષિત બાળકો હોવાનું બહાર આવ્યું છે. પાલિકા દ્વારા આવા બાળકો માટે ખાસ દૂધની વ્યવસ્થા ઊભી કરાઈ છે ,ત્યારે આ બાળકોના કુપોષણ દૂર કરવા માટેની સામગ્રી બારોબાર બજારમાં વેચાતી હોવાનું બહાર આવ્યું છે. કતારગામ ગોટાલાવાડી વિસ્તારમાં આંગણવાડીમાં અપાતી ચણાની દાળ દુકાનમાં વેચાતી હોવાની ફરિયાદ બાદ તંત્ર દોડતું થયું છે. જોકે, આ પ્રકારનું કૌભાંડ બીજી કોઈ જગ્યાએ ચાલી રહ્યું છે કે કેમ તેની તપાસ કરવા માટેની માંગણી પણ થઈ રહી છે.

