ઉનાળાની ઋતુ પોતાની સાથે ઘણી સમસ્યાઓ લઈને આવે છે. આ દરમિયાન અનેક રોગોનું જોખમ વધી જાય છે. એટલા માટે કહેવાય છે કે આ ઋતુમાં ખાવા-પીવાની આદતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જેથી તમે સ્વસ્થ રહી શકો. ઉનાળામાં બજારોમાં મોસમી ફળો અને લીલા શાકભાજી મળે છે. આ તમારા શરીરને હાઈડ્રેટેડ રાખે છે. ઉપરાંત, તે બધા જરૂરી પોષક તત્વોની ઉણપને પૂર્ણ કરે છે.

