
ભાજપના નેતા રાધિકા ખેડાએ કોંગ્રેસ પ્રવક્તા પર નિશાન સાધ્યું છે. આ સાથે તેમણે સોશિયલ મીડિયા પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને જયરામ રમેશને પણ ટેગ કરતાં નિશાન સાધ્યું છે. કોંગ્રેસ પ્રવક્તા ડૉ. શમા મોહમ્મદે સોશિયલ મીડિયા પર રોહિત શર્માને ટેગ કરતાં તેના હેલ્થને લઈને અમુક વાતો કરી હતી. આ કમેન્ટને લઈને ભાજપ નેતાએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યાં છે.
ભાજપ નેતા રાધિકા ખેડાએ કહ્યું, 'કોંગ્રેસ પ્રવક્તાએ રોહિત શર્માનું બોડી શેમિંગ કર્યું, જે દુ:સાહસ છે. આ તે કોંગ્રેસ છે, જેણે દાયકા સુધી એથલીટ્સને અપમાનિત કર્યા, તેમને ઓળખ આપી નહીં અને હવે એક ક્રિકેટ દિગ્ગજની મજાક ઉડાવવાની હિંમત કરી રહી છે? ભાઈ-ભત્રીજાવાદ પર પલનારી પાર્ટી એક સેલ્ફ-મેડ ચેમ્પિયનને ઉપદેશ આપી રહી છે?
https://twitter.com/AHindinews/status/1896446058408141067
રોહિત શર્મા વર્લ્ડ કપ જીતનાર કેપ્ટન છે. તમારા નેતા, રાહુલ ગાંધી પોતાની પાર્ટીની કેપ્ટનશિપ પણ યોગ્યરીતે કરી શકતાં નથી! જયરામ રમેશ, તમારી ટીમ દ્વારા ભારતને ગૌરવ અપાવનાર વ્યક્તિનું અપમાન કરવાના બદલે, તમારે અને તમારા પ્રવક્તાઓએ તે વાસ્તવિક 'વજન' પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, જે તમારી પાર્ટી ઘટાડી રહી છે. પ્રાસંગિકતા, વિશ્વસનીયતા અને ચૂંટણી! રાધિકા ખેડાએ કહ્યું કે કોંગ્રેસે ભારતના ગૌરવ પર સસ્તો પ્રહાર કર્યા પહેલા પોતાના ડૂબતા વંશવાદની ચિંતા કરવી જોઈએ.
https://twitter.com/Radhika_Khera/status/1896226125350580379
કોંગ્રેસ પ્રવક્તાએ શું કહ્યું હતું?
કોંગ્રેસ પ્રવક્તા ડૉ. શમા મોહમ્મદે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું, 'રોહિત એક ખેલાડી તરીકે જાડિયો છે. વજન ઘટાડવાની જરૂર છે. અને હાં, ભારતનો અત્યાર સુધીનો સૌથી નિરાશાજનક કેપ્ટન.'
https://twitter.com/AHindinews/status/1896428388723909102