19 એપ્રિલથી શરૂ થયેલી 2024ની લોકસભા ચૂંટણી માટે 7 તબક્કામાં મતદાન થયું હતું. છેલ્લો તબક્કો 1 જૂને મતદાન સાથે સમાપ્ત થયો હતો. આજે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે અને ટ્રેન્ડ પણ આવવા લાગ્યા છે. મત ગણતરીના કારણે સમગ્ર દેશમાં ડ્રાય ડે જાહેર કરવામાં આવ્યો છે, તેથી આજે દેશમાં ક્યાંય પણ દારૂનું વેચાણ થશે નહીં. દારૂના વેચાણ પર આ પ્રતિબંધ 3જી જૂનની મધરાત 12થી લાગુ કરવામાં આવ્યો હતો, જે આજે એટલે કે 4 જૂનની મધરાત 12 સુધી રહેશે. આ નિર્ધારિત સમય દરમિયાન, દિવસભર દારૂની ખરીદી અને વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.

