રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત નાગરિક સન્માન સમારોહ માં પદ્મ પુરસ્કારો 2025 રજૂ કર્યા હતા. પ્રથમ તબક્કામાં, 71 પ્રતિષ્ઠિત હસ્તીઓને સન્માનિત કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ વર્ષે પદ્મ પુરસ્કારો માટે ૧૩૯ લોકોની પસંદગી કરવામાં આવી છે. આ સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સાથે, અનેક કેન્દ્રીય મંત્રીઓ અને ઘણા ખાસ મહેમાનો પણ હાજર રહ્યા હતા.

