ઝારખંડના પૂર્વ સીએમ હેમંત સોરેનને જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં જામીન મળ્યા બાદ જેલમાંથી બહાર આવ્યા છે. છેલ્લા કેટલાય મહિનાઓથી રાંચીની બિરસા મુંડા જેલમાં બંધ સોરેનને હાઈકોર્ટે શુક્રવારે જામીન આપ્યા હતા. હાઈકોર્ટે જામીન અરજી પર ચુકાદો આપતી વખતે 50,000 રૂપિયાના બોન્ડ જમા કરાવવા કહ્યું હતું. હેમંત સોરેન જેલમાંથી બહાર આવ્યા બાદ શુભેચ્છકોનું હાથ હલાવીને અભિવાદન કરતા જોવા મળ્યા હતા. હેમંત સોરેન સાથે તેમના પત્ની કલ્પના સોરેન પણ હાજર હતા.

