લોકસભા ચૂંટણી 2024માં આજે એટલે કે સોમવારે ચોથા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. આ તબક્કામાં લોકો 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 96 બેઠકો માટે મતદાન કરી રહ્યા છે. ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) નો ઉપયોગ મત આપવા માટે થાય છે. EVM મતદાન અને મત ગણતરીમાં મદદ કરે છે. શું તમને ખબર છે કે EVMમાં ક્યા ઉમેદવારનું નામ ક્યા સ્થાન પર રાખવામાં આવશે તે કેવી રીતે નક્કી થાય છે? જો નહીં, તો આજે અમે તમને આ વિશે જણાવીશું. ચૂંટણી પંચે આ માટે પહેલાથી જ નિયમો અને ધોરણો નક્કી કર્યા છે.

