મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં આખરે મહાયુતિએ જીત મેળવી લીધી છે. જો કે, આ જીત દેખાય છે તેટલી સરળ નહોતી. મહારાષ્ટ્રના ચૂંટણી પરિણામો જોતા લાગે છે કે, જાણે મહાયુતિની સુનામી આવી ગઈ છે. મહાયુતિની સામે મહાવિકાસ આઘાડીનો સંપૂર્ણ પરાજય થયો હતો. શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે અને રાહુલ ગાંધીની આગેવાની હેઠળની MVA 50 બેઠકોમાં જ સમેટાઈ ગઈ હતી. હવે ચૂંટણીના પરિણામો સ્પષ્ટ થયા છે, ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ હશે? આ સવાલ એટલા માટે પણ મહત્ત્વનો છે કારણ કે ભાજપ અને શિવસેના વચ્ચે સીએમ પદને લઈને ખેંચતાણ ચાલી રહી છે. મહારાષ્ટ્રમાં ભાજપ, શિવસેના અને એનસીપીના મહાગઠબંધનમાંથી આગામી મુખ્યમંત્રી કોણ હશે? તેના પર હાલમાં તો સસ્પેન્સ છે.

