મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણી વચ્ચે શિવસેના (UBT)ના વડા અને પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો લાગ્યો છે. થાણેમાં મુખ્યમંત્રી એકનાથ શિંદેની હાજરીમાં ઉદ્ધવ ઠાકરેની પાર્ટી શિવસેના યુબીટીના ઘણા નેતાઓ શિવસેનામાં જોડાયા. આ દરમિયાન સીએમ એકનાથ શિંદેએ કહ્યું, "અસલ શિવસેના પીએમ મોદીની સાથે છે, કારણ કે અમારી પાસે બાળાસાહેબ ઠાકરેની વિચારધારા અને ધનુષ અને તીર (પ્રતિક) છે."

