બિહારના મુખ્ય ચૂંટણી અધિકારીએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના હેલિકૉપ્ટરની તપાસ કરવાના વિપક્ષના આરોપોને ફગાવી દીધા છે. ચૂંટણી પંચે કહ્યું કે આ એક નિયમિત પ્રક્રિયા હતી અને આ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના પ્રમુખ જેપી નડ્ડાના હેલિકૉપ્ટરની પણ તપાસ કરવામાં આવી હતી.

