આવતી કાલે દેશમાં લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થશે. પરંતુ એ અગાઉ સિક્કિમમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા છે. રાજ્યમાં સિક્કિમ ક્રાંતિકારી મોરચા એટલે કે એસકેએમને લોકોએ જંગી બહુમતી આપી છે. સ્થાનિક પાર્ટી SDFને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. અહીં જનતાએ દેશની સૌથી વધુ બે નિષ્ક્રિય પાર્ટીઓની હાલત પણ ખરાબ કરી દીધી છે. ખાસ કરીને સિક્કિમમાં કોંગ્રેસ પાર્ટીની હાલત ખરાબ છે. કોંગ્રેસ પાર્ટીને સિક્કિમમાં NOTA કરતા ઓછા વોટ મળ્યા છે.
સિક્કિમ ક્રાંતિકારી મોરચો પ્રચંડ જનાદેશ સાથે રાજ્યની સૌથી મોટી પાર્ટી બની ગઈ છે. તે પછી સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટ (SDF)ને માત્ર એક સીટ મળી છે. આ પરિણામ જોતા એવું કહી શકાય કે, સિક્કિમ ક્રાંતિકારી મોરચાએ રાજ્યમાં ક્લીન સ્વીપ કર્યું છે. 32માંથી માત્ર એક જ બેઠક પર અન્ય પાર્ટીનો વિજય થયો.

