ડેરા સચ્ચા સૌદા પ્રમુખ રામ રહીમને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે ડેરા પ્રમુખ અને અન્ય ચારને હત્યા કેસમાં નિર્દોષ જાહેર કર્યા છે. રણજીત સિંહ હત્યા કેસમાં પાંચેય આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.
પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે સીબીઆઈ કોર્ટ દ્વારા આપેલા આજીવન કેદના નિર્ણયને રદ કરતા નિર્દોષ જાહેર કર્યો છે. આ પહેલા સીબીઆઈ કોર્ટે રણજીત સિંહ હત્યા કેસમાં ડેરા પ્રમુખ ગુરમીત રામ રહીમ સહિત પાંચ દોષિતોને આજીવન કેદની સજા સંભળાવી હતી.

