સોમવાર 27 મેના રોજ બિહારમાં રાહુલ ગાંધીએ ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધી હતી. જેમાં આરામાં ચૂંટણી રેલી સંબોધતી વખતે રાહુલ ગાંધીએ અચાનક જ અગ્નિવીર યોજના હેઠળ નોકરી મેળવેલા એક યુવકને બોલાવ્યો હતો. આ દરમિયાન યુવક સાથે વાત કરતી વખતે તેમણે મોટો દાવો કરતા કહ્યું હતું કે, ‘I.N.D.I.A. ગઠબંધનની સરકાર બનશે કે તરત જ અગ્નિવીર યોજનાને ફાડીને કચરામાં ફેંકી દેવામાં આવશે.’

