18મી લોકસભાનું પ્રથમ સત્ર શરૂ થવાનું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ પ્રથમ સત્રના પહેલા દિવસે રાષ્ટ્રપતિ ભવનમાં પ્રોટેમ સ્પીકરને સવારે 9.30 કલાકે શપથ લેવડાવશે. દેશમાં નવી સરકાર બન્યા બાદ આ પ્રથમ સત્ર યોજાવાનું છે, જોકે ઓમ બિરલા સત્રની શરૂઆત પહેલા સુધી લોકસભાના અધ્યક્ષ પદ પર રહેશે, પરંતુ સત્ર શરૂ થતાંની સાથે જ પૂર્વ અધ્યક્ષનો કાર્યકાળ સમાપ્ત થઈ જાય છે.

