ગાઝિયાબાદમાં પાણીને લઈને ભારે હોબાળો ચાલી રહ્યો છે. બગીચામાં પાણી આપવા બાબતે ઝઘડો થયો હતો, ત્યારબાદ પિતા અને તેના બે પુત્રો પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં એક પુત્રનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે બીજાની હાલત ગંભીર છે. આ સિવાય પિતાનો કોઈ પત્તો મળ્યો નથી. આ મામલો મોદીનગર પોલીસ સ્ટેશન વિસ્તારના ખીડોડા ગામનો છે. ઘટના બાદ સાંપ્રદાયિક તણાવ વધી ગયો છે. હત્યાના વિરોધમાં ગ્રામજનોએ ગંગા કેનાલ ટ્રેકને બ્લોક કરી દીધો છે. હંગામાને રોકવા માટે આ વિસ્તારમાં ભારે ફોર્સ તૈનાત કરવામાં આવી છે.

