Home / India : 'China cannot be ignored in India-Pak conflict', Shashi Tharoor's big statement in America

'ભારત-પાક. સંઘર્ષમાં ચીનને નજરઅંદાજ ન કરી શકાય', અમેરિકામાં શશિ થરૂરનું મોટું નિવેદન

'ભારત-પાક. સંઘર્ષમાં ચીનને નજરઅંદાજ ન કરી શકાય', અમેરિકામાં શશિ થરૂરનું મોટું નિવેદન

Shashi Tharoor Makes Big Statement On China: ભારતીય ડેલિગેશનની એક ટીમનું નેતૃત્વ કરી રહેલા કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે અમેરિકામાં ચીનને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, 'ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષમાં ચીન એક એવું પરિબળ છે જેને નજરઅંદાજ ન કરી શકાય.'

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

તેમણે કહ્યું કે, 'પાકિસ્તાન સાથેના તાજેતરના સંઘર્ષ પહેલા દિલ્હી અને બેઈજિંગ વચ્ચેના સંબંધોમાં સુધારો થયો હતો, જે સારી રીતે આગળ વધી રહ્યો હતો. પાકિસ્તાનમાં ચીનનું મોટું હિત સમાયેલું છે.'

પાકિસ્તાન પર સાધ્યુ નિશાન
અમેરિકામાં ભારતીય દૂતાવાસમાં આયોજિત થિંક ટેન્કના પ્રતિનિધિઓ સાથેની વાતચીત દરમિયાન શશિ થરૂરે કહ્યું કે, 'બેલ્ટ એન્ડ રોડ ઈનિશિયેટિવ હેઠળનો સૌથી મોટો સિંગલ પ્રોજેક્ટ ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર છે.'

પાકિસ્તાન પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, 'પાકિસ્તાનના 81 ટકા સંરક્ષણ સાધનો ચીનથી આવે છે. જોકે, અહીં 'સંરક્ષણ' શબ્દનો ઉપયોગ કરવો ખોટું હશે, કારણ કે પાકિસ્તાન આ સાધનોનો ઉપયોગ હુમલો કરવા માટે કરે છે.'

ગલવાન સંઘર્ષ બાદ ભારતનું વલણ
ગલવાન ઘાટીમાં ભારતીય અને ચીની સેનાઓ વચ્ચે થયેલી અથડામણ અંગે તેમણે કહ્યું કે, 2020માં થયેલી અથડામણ પછી પણ અમે ગત વર્ષે સપ્ટેમ્બરમાં ચીન સાથેના સંબંધોમાં નરમાઈ લાવ્યા હતા, જે ભારત-પાકિસ્તાન સંઘર્ષ પહેલા ઘણી પ્રગતિ કરી રહી હતી.

કોંગ્રેસ સાંસદે કહ્યું કે, 'પાકિસ્તાનને વ્યવહારિક સમર્થન આપવાની વાત હોય કે સુરક્ષા પરિષદમાં સમર્થન આપવાની વાત હોય, અમે એક અલગ ચીન જોયું છે.'

તેમણે આગળ કહ્યું કે, 'અમારી પાડોસી દેશમાં કયા પડકારો તે અંગે અમને કોઈ ભ્રમ નથી, પરંતુ હું તમને બધાને યાદ અપાવવા માંગુ છું કે, ભારતે હંમેશા તેના વિરોધીઓ સાથે વાતચીતના માર્ગો ખુલ્લા રાખવાનું પસંદ કર્યું છે.'

 

Related News

Icon